ઉત્તરાયણમાં ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી ઠંડી ની આગાહી.
આગામી 2 દિવસ એટલે કે ઉતરાયણ આવતાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ઠંડી સાથે પવનની આગાહી કરવામાં આવી છે ,ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહ્યું કે 2 દિવસ એટલે કે તારીખ 14-15 માં કડકડતી ઠંડી પડી શકે છે ત્યારે ઠંડી માં પણ વધારો થશે.
આગળ જણાવ્યું કે ઠંડી નો પારો 15° સુધી પહોંચી શકે છે અને ઠંડી ના પ્રમાણ વધી શકે છે તેમજ ઠંડી વધતા ની સાથે સાથે જ પવનની ગતિમાં પણ વધારો થઇ સકે છે,સવારમાં પવનની ગતિ જોઈએ તો સવારના 7 વાગ્યામાં 8-10km/h ની ઝડપે પવન ફુંકાયા શકે છે તેમજ બપોર થતાં કાલ એટલે કે ઉતરાયણ ના દિવસે ઠંડીમાં વધારો થશે અને પવનની ગતિ 20-30km/h સુધી જઈ શકે છે.
14-15 તારીખ માં ગુજરાતમાં સૌરાષ્ટ્ર વાળા વિસ્તારોમાં વાદળો બંધાયેલા જોવા મળી શકે છે,જેમાં 16 તારીખ પછી ગુજરાતમાં વાદળો બાંધવાની શરૂઆત થઈ જશે જેના લીધે આગામી દિવસોમાં ઠંડી નું પ્રમાણ ઘટી જશે અને ઠંડી થી ફરી એક વાર ગુજરાતને રાહત મળી શકે છે.